After visiting Kanheri Caves and hearing the stories of Angulimala, Megh was introduced to Buddha. While crossing Sardar bridge I showed him the full moon and said, “today is birthday of Bhagavan Buddha, this full moon day (Sharad Purnima) is thus known as “Buddha Purnima.” He replied, “Hmm… so God has come with cake!” What beautiful imagination connecting round full moon to a birthday cake.
Is the children’s world always full of such fantasies?
One night we read stories from “Sahajivan” or “Living Together” published by Scholastic. When Zebra is bothered by some fleas and insects on his body, birds come and eat the insects, thereby getting nutritious food while helping Zebra at the same time. Next morning what I see is that Megh has started making a presentation on the computer. He made five slides, each with a picture and a caption.
- Living Together
- Flowers
- Butterfly
- God (Picture of Buddha Statue)
- Megh & Mommy
I asked, I can understand relation between flowers and butterfly. I can also understand about having Megh and Mommy, but what about God? He said, “God is connected with everything, na?”
* * *
We were standing inside the step well – “Rani Ni Vav.” A group of school children came. Yellow shirt with blue tie and half pant was their uniform. Everyone came down and assembled into a group. With a sparkle in his eyes, Megh said, “Mommy, doesn’t it look like so many dried leaves fallen and gathered under the tree? And the sound of their footsteps is also like what dry leaves make while falling down, na?”
These days, he has grown fond of a story of Mohini and Bhasmasur, and also the movie Singham. Tigers and Leopards are like Bhasmasur, but Lions are like Singham. They will not attack unless someone disturbs them. But Tiger and Leopard attack whether they are hungry or not, just like Bhasmasur.
* * *
I’m never organized and keep writing and drawing in different books and diaries. I found something written in one of my diaries. Once Megh connected Sanyas with chewing gum ….enjoy while it has taste and then throw. It came up after I read about Sant Gyaneshwar from Amar Chitra Katha. Even though they couldn’t believe, they enjoyed all those miracles and at the end had many questions, especially on “Sadhu” and “Sanyasa.” Why do people take Sanyas and leave their family?! At the end of the discussion, Megh said, “We chew gum, we enjoy it for some time. After that we just munch it but it does not have any taste left. Finally we throw it.”
When she was learning Algebra, Ashna said one day, “Algebra is like Luck, we only know value of variables only after we solve the equation. Don’t we realize that in life, equations get solved in their own time, after we struggle to know the variables?”
* * *
During a teachers’ training program two persons were a bit aloof. Most probably they were not interested. While returning from the training, all others were talking about the training and how one peson was interrupting it, just wasting time. The second was also disturbing the session, though with sweet words. Megh connected this with a Gujarati doha.
મન મેલાં તન ઊજલા,બગલા સુંદર રૂપ,
તેથી તો કાગા ભલાં,તનમન એક જ રૂપ.
Though its heart is mean, the egret appears bright and beautiful.
Better is the crow, same on the inside and outside.
He read these lines in the book of Jaymal Parmar on birds. He has liked these lines a lot and he remembered it but I did not imagine that he would link it with a real life example!
Orginal article in Gujarati
કાન્હેરી ગુફાઓની મુલાકાત પછી અને અંગૂલિમાલની વાર્તાથી બુધ્ધ વિશે પરિચય થયો હતો એટલે સરદાર બ્રિજ પસાર કરત વખતે પૂનમનો ચાંદ બતાવીને મેઘને કહ્યું “આજે બુધ્ધ ભગવાનનો જન્મદિવસ છે…બુધ્ધ પૂર્ણિમા” તો કહે “હ્મ્મ્મ…એટલે ભગવાન કેક લઇને આવ્યા છે! ગોળ મજાનાં ચાંદાને અને જન્મદિવસ ને સાંકળતી કેટલી સરસ કલ્પના!
શું આ બાળકોની સૃષ્ટિ હંમેશા આવી કલ્પનામય રહેતી હશે?
રાતે ‘સહજીવન’ નામની વાર્તા વાંચી,જેમાં ઝેબ્રા તેનાં શરીર પરનાં ચાંચડથી ખૂબ પરેશાન હોય છે અને પક્ષીઓ તેની મદદ કરે છે અને સાથે સાથે પૌષ્ટિક ખાવાનું મેળવે છે. સવારે ઊઠીને જોયુ કોમ્પ્યુટર ઓન છે તો એક સરસ મજાનું પ્રેઝન્ટેશન બનાવી નાંખ્યુ…પાંચ સ્લાઇડ,દરેકમાં એક પિક્ચર અને થોડું ફોનિક્સનું નોલેજ છે એટલે મારી મદદ લઈ દરેક સ્લાઇડને નામ આપ્યું.
- Living Together
- Flowers
- Butterfly
- God (Picture of Buddha Statue)
- Megh & Mummy
મેં કહ્યું આ ફૂલ અને પતંગિયું સમજાયું, મમ્મી અને મેઘ પણ સમજાયું પણ આ ભગવાન અહિં શું કરે છે? તો કહે, ભગવાન તો બધાં સાથે connect જ હોય ને?
અમે રાણીની વાવમાં અંદર ઊભા હતાં. એ સ્કૂલનાં બાળકો આવ્યાં. પીળા શર્ટ અને ભૂરી ટાઇ/સ્કર્ટ/હાફ પેન્ટનાં યુનિફોર્મમાં. બધાં એક સામટા ધડાધડ ઉતરી આવ્યા અને નીચે એક ટોળામાં ગોઠવાય ગયાં. આંખો માં અનેરી ચમક સાથે મેઘ કહે “મમ્મી, આ તો એવું લાગે છે ને જાણે ઝાડ પરથી બધાં સૂકા પાન પડ્યા અને બધાં નીચે ઢગલો થઈ ગયા હોય?! અને તેમનાં પગલાં નો અવાજ પણ જાણે પાંદડાંનાં અવાજ જેવો જ લાગ્યો ને?!!!!!!!!
આજકાલ એક વાર્તા ગમે છે ‘મોહિની અને ભસ્માસૂર’ અને મૂવી માં ‘સિંઘમ’…તો કહે ‘વાઘ-દિપડા એ બધાં ભસ્માસૂર જેવા, પણ સિંહ તો સિંઘમ જેવા કોઇ હેરાન ન કરે ત્યાં સુધી એ કાંઇ ના કરે’!!! ભસ્માસૂર જે ભૂખ લાગી હોય કે ના લાગી હોય તો પણ લોકો ને ખાઇ જાય એટ્લે!
ડાયરીમાંથી એકાદ વર્ષ પહેલાં નું લખાણ મળ્યું – ગમે ત્યાં ગમે તેમ લખી નાંખવાની મારી આદત…ગઇકાલે અમરચિત્ર કથાની ‘સંત જ્ઞાનેશ્વર’ બુક વાંચી. માનવામાં નહોતાં આવતાં છતાં બાળકોએ ચમત્કારોની મઝા માણી અને અંતે પ્રશ્નોની હારમાળા! ખાસ કરીને સાધુ અને સંન્યાસ પર લાબું ચાલ્યું.શા માટે લોકો તેમનાં કુટુંબને છોડીને સંન્યાસનાં રસ્તે જતાં હશે?!!! ચર્ચાને અંતે મેઘ કહે – “જેમ આપણને પહેલાં પહેલાં ચ્યૂઇંગમ ભાવે પછી જેમ જેમ ચાવતાં જઇએ તેમ તેનો સ્વાદ ઘટતો જાય અને છેલ્લે સાવ સ્વાદ વગરની થઇ જાય અને પછી ફેંકી દઇએ!”
એલજીબ્રા શીખતી વખતે આશના પણ એક દિવસ કહે “એલજીબ્રાનું તો નસીબ જેવું, પહેલાં તો સમીકરણનો ઉકેલ લાવીએ પછી જ ખબર પડે કે એ વેરીએબલની કિંમત શું છે!” જીદગીનાં સમીકરણો તેનાં સમયે જ ઉકેલાતાં હોય છે ને, વેરીએબલ જાણવાની મથામણ કર્યા પછી!
ટીચર્સ ટ્રેનિંગમાં બે ભાઇઓ કાંઇક અલગ હતાં, તેમને કદાચ ટ્રેનિંગમાં રસ નહોતો પડતો. ટ્રેનિંગમાંથી પાછા ફરતી વખતે મિત્રો તેમની વાત કરી રહ્યાં હતાં કે એક મીઠાં શબ્દોમાં અને બીજા ભાઇ ખુલ્લી રીતે ખલેલ ઊભી કરતાં હતાં, સમય પસાર કરતાં હતાં. તો મેઘ કહેઃ “મમ્મી, આતો એવું જ ને કે….
મન મેલાં તન ઊજલા,બગલા સુંદર રૂપ,
તેથી તો કાગા ભલાં,તનમન એક જ રૂપ.
ઘણાં સમય પહેલાં જયમલ્લ પરમારની કોઇ પક્ષીઓ પરની બુકમાં આ વાંચ્યું હતું અને એને ખૂબ ગમ્યું ને યાદ રાખી લીધું હતું પણ મને નહોતી ખબર કે તે આવી રીતે કોઇ સાચૂકલી વાત સાથે તેને જોડી દેશે!